લીંબાળી કેન્દ્રવર્તી શાળા માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ યોજાય”
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યની તમામ આંગણવાડી,પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકોના પ્રવેશ કાર્યક્રમ માટેનાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ગઢડા તાલુકાની શ્રી લીંબાળી કેન્દ્રવર્તી શાળા માં મુખ્ય પદાધિકારી શ્રી રાજુભાઈ ચૌહાણ (બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતી નાં ચેરમેન), પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વાલજીભાઇ જાદવ, તાલુકા પંચાયત ગઢડા ઉપપ્રમુખશ્રી અરવિંદભાઈ મેનિયા, પૂર્વ સરપંચ જયંતીભાઈ ઝાંપડીયા,લાયઝન અને સીઆરસી માંડવધાર શ્રી વિનોદભાઈ કોરડીયા, આઈ. ઈ. ડી વિભાગ બીઆરસી કચેરી ગઢડા માંથી વનીતાબેન ઉપસ્થિત રહેલા જે અંતર્ગત આંગણવાડી માં ૪ બાળકો, બાલવાટિકા માં ૪૪ બાળકો અને ધોરણ ૧ માં ૪૬ બાળકોનો શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવેલ. આ સાથે ગયા વર્ષે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલ અને વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને દાતાઓ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી ને પ્રોત્સાહિત કરવામાં આવેલા. ખાસ ધોરણ ૮ અને ૯ માં પ્રથમ ત્રણ નંબર મેળવેલ બાળકોને પૂર્વ સરપંચ શ્રી જયંતીભાઈ ઝાપડિયા તરફથી ઇનામો આપવામાં આવેલા.આ કાર્યક્રમ દરમિયાન સરકારી શ્રી દ્વારા શિક્ષણ માં ચાલતી વિવિધ યોજનાઓ ની ગ્રામજનોને સમજ આપવામાં આવી અને વિવિધ બેનરો દ્વારા શાળાની વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમ લીંબાળી પ્રાથિમક શાળા અને સરકારી માધ્યમિક શાળા ના સયુંકત ઉપક્રમે યોજાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.