ધંધુકા તાલુકાની વાસણા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. - At This Time

ધંધુકા તાલુકાની વાસણા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.


ધંધુકા તાલુકાની વાસણા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી...

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વાસણા પ્રાથમિક શાળામાં 8 મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.જેમાં દીકરીઓ એ પોતે પોતાનું ભવિષ્ય ઉજ્વળ કેવી રીતે કરશે એની વેશભૂષા સાથે વાત કરી...

ત્યારબાદ દીકરીઓ દ્વારા જ " મેં ભારત કી બેટી" સુંદર અભિનય ગીત અને દીકરીઓને શિક્ષાનું મહત્વ સમજાવતું નાટક કરવામાં આવ્યું.

આ પ્રસંગે શાળાના શિક્ષકોએ સમાજમાં મહિલાઓના પ્રદાન વિશે સુંદર વાતો કરી અને અંતે આ જ શાળાના તમામ શિક્ષિકા બહેનોનું તેમને આ શાળાના વિકાસ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image