સ્વચ્છતા સર્વેક્ષણમાં વિજેતા થવા મનપાએ શહેરીજનો માટે ‘સ્વચ્છતા રેન્કિંગ’ શરૂ કર્યું
30 નવેમ્બર સુધીમાં મનપાની વેબસાઈટ પરથી ભાગ લેવા માટે કરી શકાશે નામાંકન.
રાજકોટ મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ 2023ની તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે રેન્કિંગમાં સારો ક્રમ આવ્યા બાદ હવે અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેકોર્ડ તોડવા માટે કમર કસવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ફરીથી શહેરીજનો માટે સ્વચ્છતા રેન્કિંગની શરૂઆત કરવામાં આવી છે. મનપાના જણાવ્યા અનુસાર સ્વચ્છ સર્વેક્ષણ-2023ને ધ્યાને લઇને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સ્કૂલ, સ્વચ્છ હોટેલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ રેસિડન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા, સ્વચ્છ સરકારી ઓફિસ તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.