લાખાવટ તા.ભચાઉના ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ અને ભચાઉ તાલુકાના લડાયક આગેવાન ગણેશાભાઈ ઉંદરીયા ના ધર્મ પત્ની વેજીબેન ગણેશભાઈ ઉદરિયા ના અવસાન થતા આગેવાનો એ શ્રધાંજલિ અર્પણ કરી હતી.
કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને ભચાઉ આહિર સમાજ ના મહિલા સશક્તિકરણ માં જેમનો યોગદાન અમૂલ્ય છે એવા લાખાવટ તા.ભચાઉના ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ અને ભચાઉ તાલુકાના લડાયક આગેવાન ગણેશાભાઈ ઉંદરીયા ના ધર્મ પત્ની વેજીબેન ગણેશભાઈ ઉદરિયા ના અવસાન થી ભચાઉ તાલુકાની મહિલાઓ માટે આદર્શ તેમજ પ્રેરણાદાયી મહિલા ની કેમેય ન પુરાય એવી ખોટ પડી છે. આખાય પંથકમાં પટેલ તરીકે બિરુદ ધરાવતા ગણેશાભાઈ નો પરિવાર ધાર્મિક તથા રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખુબ જ નામના ધરાવે છે. એક મહિલા શક્તિ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ભચાઉ તાલુકાના ચુંટાયેલા કોંગ્રેસના આગેવાનો ખાસ તો મહિલાઓ એ સ્વ.વેજીબેનને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.વેજીબેન મહિલાઓ માટે રાજકીય, સામાજિક રીતે આગળ આવવા માટે પ્રેરણાદાયી હતા.આધોઈ જિલ્લા પંચાયત સીટ ઉપર સતત બે ટર્મ સુધી તેઓ ચુટાતા આવતા હતા.સદગત ધાર્મિક વૃત્તિના હતા તેમજ મહેમાન ગતિ માં રોટલો ખવડાવવા માટે એક આહિર સમાજ ની પરંપરા ને જીવંત રાખી હતી.
ભચાઉ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા ગીતાબા જાડેજા ની આગેવાની હેઠળ લાકડીયા તા.પં.સભ્ય ઝુલેખાબેન રાઉમા, લક્ષ્મી બેન ધૈયડા, લાડુબેન મુછડીયા, એડવોકેટ સરલાબેન શેખા, એડવોકેટ કલાબેન ગાલા, જમનાબેન જાદવ,જીવતીબેન ઢીલા તથા તા.પં.સભયો હમીરભાઇ ઢીલા ચોબારી, રામજીભાઈ પટેલ વાઢીયા,અનિરુદ્ધ સિંહ જાડેજા, શિવરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા,કાસમ કુંભાર, ઈકબાલભાઈ શેખ તથા વિવિધ સંસ્થાઓ એ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
એવું તાલુકા પંચાયત ભચાઉ વિરોધ પક્ષના નેતા ગીતાબા જાડેજા એ જણાવ્યું હતું.
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.