” સત્તર ગામ પટેલ સમાજની વાડીમાં ડભોઈ નગર અને તાલુકાનાં યોગ દિનની ઉજવણી “
રિપોર્ટ - નિમેષ સોની,ડભોઈ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં યોગ વિશે ચર્ચાઓ કરી હતી અને જીવનમાં યોગનું મહત્વ વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. ૨૧મી જૂનનો દિવસએ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આજ કારણે પ્રધાનમંત્રી મોદીએ ૨૧મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧મી જૂનએ 'વિશ્વ યોગ દિવસ 'તરીકે મનાવવાનું નક્કી થયું છે.
આજરોજ ડભોઈ નગર - તાલુકા કક્ષાનો યોગ દિવસની ઉજવણી સત્તર ગામ પટેલ સમાજની વાડીમાં કરવામાં આવી હતી. જેમાં ડભોઇ ભાજપાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, મદદનીશ કલેકટર પંચાલ સાહેબ , મામલતદાર સાહેબ, સેવાસદનો સ્ટાફ, ડભોઇ જી.આર.ડીના જવાનો, ડભોઇ પોલીસના જવાનો, શાળાના બાળકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ યોગને અનુકૂળ કપડાં પહેરીને પોતાને યોગ કરવામાં સરળતા રહે તે માટે મેટ ( શેતરંજી) પોતાના ઘરેથી લઈ આવીને સૌ ભેગા મળી યોગાસનો કર્યા હતાં. જીજ્ઞાબેન ભાવસાર (યોગા ટીચર)ની ટીમ દ્વારા વિવિધ આસનો કરાવી વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ 'વિશ્વ યોગ દિવસે યોગા કરી દરેક લોકો સુધી યોગનું મહત્વ અને તેનાથી થતા ફાયદાનો સંદેશો પહોંચાડયો હતો. દરેક વ્યક્તિએ વહેલી સવારે અચૂક યોગા કરવા જોઈએ જેનાથી આપનું સ્વાસ્થ્ય ખૂબ જ તંદુરસ્ત રહે છે.
યોગ શા માટે કરવા જોઈએ ? કારણકે યોગના અદભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિકસ્તરે લોકો સુધી પહોંચાડવા, લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે, દુનિયામાં થઈ રહેલા નવા નવા રોગોને ઘટાડવા , વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા લોકોને તણાવ મુક્ત બનાવ, લોકોમાં વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા માટે , લોકોમાં આ બાબતે જાગૃતતા ફેલાવવા કે યોગ દ્વારા ઘણી બધી બિમારીઓમાંથી છૂટકારો મળી શકે છે. અને યોગનો વધુને વધુ પ્રચાર થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી ડો .બી.જે બ્રહ્મભટ્ટ, ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ , વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પટેલ ( વકીલ ) અને ડભોઈ નગરના ભાજપાના કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.