ગણતરીની કલાકોમાં જ મોબાઈલ ચોરીના આરોપીને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન - At This Time

ગણતરીની કલાકોમાં જ મોબાઈલ ચોરીના આરોપીને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન


(રિપોર્ટ અસરફ જાંગડ)
એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે તા.૨૮/૦૫/૨૦૨૪ના સાંજના 5:30 વાગ્યાના અરસામાં અરજદાર જ્યોતિગ્રામ સર્કલ પાસે હોર્ડિંગ્સ લગાવવા પોતાના છોટા હાથી વાહન લઈને ગયેલ અને જ્યોતિગ્રામ સર્કલ પાસે વાહન પાર્ક કરી કામ કરતા હતા, તે દરમ્યાન છોટા હાથીમાં રહેલ અરજદારનો સેમસંગ ગેલેક્સી મોબાઈલ કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયેલ, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા સદર ઇસમ પાર્ક કરેલ છોટા હાથીમાંથી મોબાઈલ લેતા દેખાઈ આવેલ. ત્યારબાદ સદર ઇસમ જ્યોતિગ્રામ સર્કલ થી સાળંગપુર રોડ તરફ ચાલીને જતો દેખાઈ આવતા ફરજ પરના હાજર પોલીસ કર્મચારી તુરત જ ઇસમનો પીછો કરી પો.સ્ટ. ઓફીસ સાળંગપુર રોડ ખાતેથી પકડી નેત્રમ ખાતે લાવી અરજદારને મોબાઈલ પરત અપાવી આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાઓને સોંપેલ. આમ, ગણતરીની કલાકોમાં જ અરજદારને પોતાનો મોબાઈલ પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.