બોટાદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૦માં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ - At This Time

બોટાદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૦માં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ


વડાપ્રધાન દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભામાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજૂર કરાયો હતો. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં વર્ષ-૨૦૧૫થી પ્રતિ વર્ષ ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે બોટાદ કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આગામી આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
જેમાં યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા, તાલુકા, નગરપાલિકા, શાળા, કોલેજ સહિત સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના આયકોનિક, ધાર્મિક સ્થળોએ પણ યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

તેમજ બેઠકમાં જિલ્લા રમત વિકાસ અધિકારી દિલીપ કુમાર મિશ્રા, જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિનેશભાઈ દિહોરા તથા વિવિધ સંસ્થાઓ જેવી કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર, આર્ટ ઓફ લીવીંગ, શ્રી હનુમાનજી મંદિર, સાળંગપુરના પ્રતિનિધિ, પતંજલી યોગ સમિતિ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, બોટાદ કેમિસ્ટ એસોસિએશન, ડાયમંડ એસોશિએશન, બ્રહ્માકુમારી સહિત સેવાભાવી સંસ્થાઓએ હાજરી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.