વ્રજ વિદ્યાલય કુંકાવાવ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ..
વ્રજ વિદ્યાલય કુંકાવાવ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ..
અત્રેની શાળામાં આજરોજ માન.રૂપાલા સાહેબની પ્રેરણાથી "સાંસદ ખેલ સ્પર્ધા"અંતર્ગત વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ..આ તકે તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગોપાલભાઈ અંટાળા ,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલિયા ,અગ્રણી શ્રી નરેન્દ્રભાઇ પરવાડીયા વિગેરે મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટય કરી વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ખેલ સ્પર્ધાના તાલુકાના સંયોજક શ્રી વડિયા સુરગવાળા હાઈસ્કૂલના શ્રી મોરી સાહેબ..દેવગામ હાઇસ્કુલ ના આચાર્ય શ્રી અશોકભાઈ સુખડીયા,કુમાર હાઇસ્કુલ કુંકાવાવના દવે સાહેબ વિગેરે હાજરી આપી સુંદર સંકલન કર્યું હતું.આ તકે વોલીબોલ સ્પર્ધામાં
કુકાવાવ વ્રજ વિદ્યાલયની under 19 બે ભાઈઓ અને બે બહેનોની ટીમ તેમજ ઓપન માંથી વ્રજ વિદ્યાલય લેડીસ સ્ટાફ એક ટીમ અને જેન્ટ્સ સ્ટાફ ઓપન માંથી એક ટીમ તેમજ તાલુકા કક્ષાએ બંને ટીમોમાંથી ગર્લ્સ માંથી એક ટીમ અને બોઇઝમાંથી એક ટીમ વિજેતા થયેલ તેમજ ઓપનની બંને ટીમ બિન હરીફ જિલ્લા કક્ષામાં જવા માટે પસંદગી પામેલ છે. આ સાથે ચેસ તથા યોગા જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ હતી.ચેસ માં સુરૈયા ધૈર્ય જિલ્લા કક્ષા માટે પસંદગી થયેલ.આ સાંસદ ખેલ મહોત્સવના આયોજનમાં સંચાલક પ્રતિનિધિઓ શ્રી મિલનભાઈ કટારીયા,શ્રી પંકજભાઈ બાવીશી,તથા આચાર્ય વિવેકભાઈ દિક્ષિત તેમજ શિક્ષકો શ્રી કેતનભાઈ,શ્રી સાગરભાઈ શ્રી કૌશિકભાઈ મકવાણા વગેરે એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓને દાબેલીનો નાસ્તો આપવામાં આવેલ હતો. આવતી કાલે રસ્સા ખેંચ ની પણ સ્પર્ધા છે.વ્રજ વિદ્યાલય ની વિજેતા ટીમોને ટ્રષ્ટિ શ્રી વસંતભાઈ મોવલિયા, વર્ષીલ ભાઈ તથા ટ્રષ્ટ પ્રતિનિધિ ઉદયભાઈ દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ખૂબ ઉત્સાહભેર ઉજવાયો હતો..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.