ધંધુકા શહેરના બાજરડા ગામે માવઠાના કારણે ખેડૂતોના રવિ પાકને નુકસાની અંગે કારોબારી સમિતિના ચેરમેન દ્વારા સરકારશ્રીને કરાઈ રજૂઆત.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરના બાજરડા ગામે માવઠાના કારણે ખેડૂતોના રવિ પાકને નુકસાની અંગે કારોબારી સમિતિના ચેરમેન દ્વારા સરકારશ્રીને કરાઈ રજૂઆત.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાન બાબતે મુખ્યમંત્રીને ધંધુકા કારોબારી સમિતિના ચેરમેનની રજૂઆત.
જીરું, ઈસબગુલ તથા ચણાના વાવેતર થયેલ હોવાથી કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને નુકશાન થયેલ છે જેના અનુસંધાને ધંધુકા તાલુકા પંચાયત ચેરમેનએ રજૂઆત કરતો પત્ર માનનીય મુખ્યમંત્રીને લખ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના બાજરડા ગામે રહેતા અને ધંધુકા કારોબારી સમિતિના ચેરમેન સાજેદાબેન નાસિરહુસેન સંઘરિયાતએ માનનીય મુખ્યમંત્રી શ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે હાલ ચાલી રહેલા ઠંડા વાતાવરણમાં પણ સતત 3 દિવસથી ક્મોસમી વરસાદ થવાના કારણે સમગ્ર ધંધુકા પંથકમાં ભારે વાવજોડું ને વરસાદ થવાથી ખેડૂતોને ખૂબ જ નુકશાન ભોગવવું પડ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને નુકશાન થવા પામેલ છે. જીરું , ઈસબગુલ, તથા ચણાના વાવેતર થયેલ હોવાથી નુકસાન થયેલ છે. પાક ઊભો પાણીમાં ડૂબી ગયો છે . આમ પાક સંપૂર્ણપણે નિસફળ ગયો છે. બાજરડા તેમજ અન્ય ગામોના ખેડૂતો વતી ચેરમેને રજૂઆત કરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.