રાજકોટ શહેરમાં કોંગ્રેસનો હલ્લાબોલ, રવિવાર બજારને ન્યાય આપો. - At This Time

રાજકોટ શહેરમાં કોંગ્રેસનો હલ્લાબોલ, રવિવાર બજારને ન્યાય આપો.


રાજકોટ શહેર તા.૧૫/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં લારી-ગલ્લા પાથરણાના ન્યાય ના પ્રશ્ને ન્યાય અપાવવા વડગામના કોગ્રેસ ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ડો.મહેશ રાજપૂત, કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમા ત્રિકોણબાગ થી કોર્પોરેશન કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. બાદમાં મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પ્રદેશ સમિતિના માર્ગદર્શન હેઠળ રેલી સાથે આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે રાજકોટ આજીડેમ ચોકડીએ દાયકાઓથી રવિવારી બજાર ભરાય છે. આ બજાર ઉપર અર્થશાસ્ત્રીઓ અર્થતંત્ર સહિતના અભ્યાસ કર્યા છે. ઇકોનોમીમાં રોલ અંગે સંસદમાં પણ ચર્ચા થઈ છે. લારી-ગલ્લાવાળાને ધંધા રોજગાર માટે અનુકુળતા ઉભી કરવા તરફેણ કરાઇ છે. પરંતુ આ જગ્યાએ રવિવારી બજાર ખાલી કરવા ઘણા દિવસોથી નોટીસ અપાઇ રહી છે. જગ્યા ખાલી ન કરે તો લારીવાળાને લેન્ડ ગ્રેબિંગ કાર્યવાહીની ચેતવણી અપાઇ છે. કોર્પો. તંત્ર કેટલું સક્ષમ છે તે TRP ગેમ ઝોનમાં સૌએ જોઇ લીધુ છે. રવિવારી બજારમાંથી પાથરણાવાળાને દુર કરવાની ધમકી તંત્ર કેટલુ નમાલુ છે તે દેખાડે છે એવું જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું. રાજકોટમાં સ્ટ્રીટ વેન્ડર એકટ લાગુ કરવામાં આવે, રવિવારી બજાર યથાવત રાખવામાં આવે, ચોમાસા બાદ તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. કોર્પો.ના પ્રાંગણમાં ધંધાર્થીઓએ તાનાશાહી સામે હાય હાયના સુત્રો પોકાર્યા હતા. રાજ્યની ભાજપ સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભાજપના બીન અનુભવી અને વહીવટી સુજબુજ વગરના સતાના મદમાં રાચતા શાસકો ને ગરીબ અને સામાન્ય માણસની લેશમાત્ર દરકાર નથી મોંઘવારીના આ કપરાકાળમા રોજના રહી રોજ નુ કરતા સામાન્ય લારી ગલ્લા અને પાથરણા વાળા ને સતત મ્યુનિસિપલ તંત્ર દ્વારા હેરાન-પરેશાન કરતા જોવા મળે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image