જસદણમાં શનિવારે પાટીદાર શૈક્ષિણક ભવન દ્વારા પાટીદાર સમાજના દરેક ચૂંટાયેલા સભ્યોનું સન્માન કરાશે
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં અગ્રણી સંસ્થા પાટીદાર શૈક્ષિણક ભવન દ્વારા આગામી તા.8 માર્ચને શનિવારના રોજ બપોરે 3 કલાકે જસદણ નગરપાલિકા, તાલુકા પંચાયત અને પક્ષના સંગઠનમાં ચૂંટાયેલા દરેક સભ્યોનું સન્માન કરી એમને ફૂલડે વધાવવામાં આવશે. જસદણ નગરપાલિકામાં કુલ મળીને 11 સભ્યો ચૂંટાઈ આવ્યાં છે. આ ઉપરાંત તાલુકા પંચાયત અને પક્ષના સંગઠનના એક હોદ્દેદાર સહિત 13 સભ્યોનું સન્માન થશે. ખાસ કરીને જસદણના વોર્ડ નંબર 5માં અપક્ષ તરીકે ચૂંટાયેલા સુરેશભાઈ છાયાણી જબરજસ્ત લીડથી ચૂંટાયેલ હતાં. ગત જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં તેઓ એક માત્ર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. આ અંગે સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ બાંભણીયા સહિત આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
