રાજકોટ જીલ્લાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ, વડાપ્રધાનશ્રીના વડોદરાના વર્ચ્યુઅલ કાર્યક્રમ અન્વયે.
રાજકોટ શહેર તા.૨૦/૬/૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત રાજકોટ જીલ્લાની નગરપાલિકાઓના શહેરી વિસ્તારમાં રહેતા BLC (બેનિફિસિયરી લેડ કન્સ્ટ્રક્શન) ના ૧૪૦૬ લાભાર્થીને ગૃહપ્રવેશનો કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા ખાતે તા.૧૮ જુનના રોજ યોજાયેલ ‘ગુજરાત ગૌરવ અભિયાનના વર્ચ્યુઅલ કાર્યક્રમ અન્વયે આ કાર્યક્રમ યોજાયો હતો. રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ ડો.ધીમંત વ્યાસે જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ ઝોન હેઠળના ૬ જીલ્લામાં કુલ ૩૦ નગરપાલિકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત BLC ઘટક હેઠળ છેલ્લા ૪ વર્ષમાં રૂ.૫૩૨.૩૮ કરોડના ૧૫૨૧૧ મકાનો મંજૂર કરવામાં આવેલ છે. જેમાં રૂ.૨૦૦.૭૯ કરોડના ૫૭૩૭ મકાનો પૂર્ણ થયેલ છે. જે પૈકી રાજકોટ જીલ્લાની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત BLC ઘટક હેઠળ રાજકોટ જીલ્લાની ૬ નગરપાલિકાઓમાં છેલ્લા ૪ વર્ષમાં કુલ રૂ.૮૪.૮૫ કરોડના ૨૪૫૩ મકાનો મંજૂર કરવામાં આવેલ છે. જેમાં રૂ.૨ લાખ રાજ્ય સરકાર દ્વારા અને રૂ.૧.૫ લાખ કેન્દ્ર સરકાર દ્વારા આમ કુલ રૂ.૩.૫ લાખ સહાય પ્રતિ લાભાર્થી/મકાન દિઠ ૬ હપ્તા પેટે ફાળવવામાં આવે છે. રાજકોટ જીલ્લાના મંજૂર થયેલા કુલ ૨૪૫૩ આવાસ પૈકી રૂ.૪૯.૨૧ કરોડના ૧૪૦૬ મકાનો પૂર્ણ થઈ ગયેલ છે. જે પૂર્ણ થઈ ગયેલા મકાનોના લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રી લાખાભાઇ સાગઠિયા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરિયા, ઉપપ્રમુખશ્રી રામાણી તથા મહામંત્રીશ્રી ચાંગેલા, આ પ્રસંગે, જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.આર.ધાધલ અને ગોંડલ, જેતપુર અને ધોરાજી નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.