મોટી વિરવા ગામે સહીયારા સેઢા બાબતે મારામારી - At This Time

મોટી વિરવા ગામે સહીયારા સેઢા બાબતે મારામારી


બોટાદના મોટી વીરવા ગામે સંગીતાબેન રમણીકભાઈ સાકરીયાએ પોતાની વાડી ખાતે શેઢા ઉપર જાળા કાઢી સાફ-સફાઈ કરતા હતા. આ સેઢો સહિયારો હોય અને સંગીતાબેન પોતાની જગ્યામાં સાફ-સફાઈ કરતા હોય તે વાત સવજીભાઈ પોપટભાઈ સાંકળિયા અને સંદીપભાઈ સવશીભાઈ સાકરીયાને ન ગમતાં જેની દાઝ રાખી સવજીભાઈ અને સંદિપભાઈએ સંગીતાબેનને લાકડા વડે જમણાં પગ અને જમણાં હાથના ભાગે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બંને શખસ વિરૂદ્ધ પાળિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.