આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર ખાતે સાઈબર ક્રાઈમ અને ટ્રાફિક અવરનેસ વિશેનો કાર્યક્રમ યોજાયો
આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર ખાતે સાઈબર ક્રાઈમ અને ટ્રાફિક અવરનેસ વિશેનો કાર્યક્રમ યોજાયો
તા.૧૦/૦૭/૨૦૨૪ને બુધવારના રોજ વિ.એન.એસ. બી.લિ. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર ખાતે વડનગર પોલિસ દ્વારા ' સાઈબર ક્રાઈમ અને ટ્રાફિક અવેરનેસ ' વિશેની જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. કૉલેજના એન.સી.સી. ઓફિસર કેપ્ટન ડૉ. પ્રકાશ આર. પટેલ અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઑફિસર ડૉ. જ્યોત્સના રાવલ તથા ડૉ. દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં એન.એસ.એસ. અને એન.સી.સી. ના વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સહિત કુલ ૧૦૭ લોકો જોડાયા હતા. વડનગરના પોલિસ ઇન્સ્પેક્ટર શ્રી વિનોદભાઈ આર. વાણિયાએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને સાઈબર ક્રાઈમ અને ટ્રાફિક ના નિયમો વિશે સરળ ભાષામાં સમજુતી આપી હતી.તેમનું શાબ્દિક સ્વાગત ડૉ.પી.આર.પટેલે કર્યું હતું. વડનગરના પી. આઈ.શ્રી સાથે પોલિસ ટીમમાં જયેશસિંહ, અંકિતાબેન, વિમલબેન, કલાવતીબેન, સરોજબેન અને અરવિંદભાઈ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે પણ વિદ્યાર્થીઓને આ વિષય સંદર્ભે પ્રોત્સાહક માહિતી પૂરી પાડી હતી. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જવાબદારી એ દરેક નાગરિકની છે એ વાત વિદ્યાર્થીઓને સમજાવી હતી. આ કાર્યક્રમના અંતે કૉલેજના એન.એસ.એસ. ઑફિસર ડૉ.જે.સી.રાવલે સમગ્ર કૉલેજ પરિવાર તરફથી શ્રી વિ.આર.વાણિયા અને તેમની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.