રાજકોટ આયર્લેન્ટ મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી.
રાજકોટ શહેર તા.૧૭/૧/૨૦૨૫ ના રોજ આયરલૅન્ડ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમની ખેલાડીઓ જ્યોર્જિના ડેમ્પસી અને લિયા પોલએ તા.૧૬-૧-૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના ઐતિહાસિક સ્થળ એવા ગાંધી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન બંને ખેલાડીઓએ ગાંધીજીના જીવન અને તેમના આદર્શોના વિવિધ પાસાઓને નજીકથી જાણ્યા હતા. મહાત્મા ગાંધીજીની વિચારધારા અને તેઓના સંદેશાથી ખેલાડીઓ પ્રભાવિત થયા હતા. મ્યુઝિયમના અધિકારીઓએ તેમના આગમન પર હર્ષ વ્યક્ત કર્યો અને તેમને મ્યુઝિયમની વિશેષતાઓની વિગતો આપી. ખેલાડીઓએ રાજકોટ શહેર અને અહીંના લોકોએ દર્શાવેલી મહેમાનગતિ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
