હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા જર્જરિત અને જુની થયી ગયેલી પીવાના પાણીની ઓવરહેડ ટાંકીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી વાવ પાસે 20 વર્ષ જૂની 3 લાખ લીટરની પાણીની ટાંકી દૂર કરવાની કામગીરી શરુ કરાઈ છે. જે અગામી ચાર મહિના ની અંદર  દૂર કરી દેવાશે. ત્યારે આ સ્થળે પાણીની ટાંકી નવી બનાવવામાં આવશે નહિ - At This Time

હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા જર્જરિત અને જુની થયી ગયેલી પીવાના પાણીની ઓવરહેડ ટાંકીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી વાવ પાસે 20 વર્ષ જૂની 3 લાખ લીટરની પાણીની ટાંકી દૂર કરવાની કામગીરી શરુ કરાઈ છે. જે અગામી ચાર મહિના ની અંદર  દૂર કરી દેવાશે. ત્યારે આ સ્થળે પાણીની ટાંકી નવી બનાવવામાં આવશે નહિ


સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા જર્જરિત અને જુની થયી ગયેલી પીવાના પાણીની ઓવરહેડ ટાંકીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી વાવ પાસે 20 વર્ષ જૂની 3 લાખ લીટરની પાણીની ટાંકી દૂર કરવાની કામગીરી શરુ કરાઈ છે. જે અગામી ચાર મહિના ની અંદર  દૂર કરી દેવાશે. ત્યારે આ સ્થળે પાણીની ટાંકી નવી બનાવવામાં આવશે નહિ.

મળતી માહીતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર નગરપાલિકા દ્વારા જર્જરિત અને જુની થયી ગયેલ પાણીની ટાંકીઓ ત્રણ મહિના પહેલાં દૂર કરવાની કામગીરીની  શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ટાવર ચોક નજીક બગીચા વિસ્તારમાં આવેલ જર્જરિત પાણીની ટાંકી અને ત્યાર બાદ મહેતાપુરા વિસ્તારના બગીચા પાસે આવેલ બંને પાણીની ટાંકીઓ દૂર કરવામાં અવી હતી. અને શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી જુની વાવ પાસેની ત્રણ લાખ લીટરની 18 મીટર જેટલી  ઉંચી અને  20 વર્ષ જૂની પાણીની ટાંકી દૂર કરવાની કામગીરીની  શરૂઆત કરવામાં આવી હતી. જે આગામી ચાર મહિનામાં દૂર કરી દેવામા આવશે  જેની કામગીરી હાલ ચાલી રહી છે અને ઉપરનો ભાગ તોડી પાડવામાં આવ્યો છે.

આ અંગે હિંમતનગર નગર પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ  વાતચીતમાં કહયુ હતું કે,   હિંમતનગર શહેરમાં ત્રણ પાણીની ટાંકીઓ દૂર કરવાની હતી. જે પૈકી બે ટાંકીઓ બે દિવસમાં દૂર કરી દેવામા આવી છે.પરંતુ મુખ્ય બજાર મા વાવ પાસે 20 વર્ષ જૂની પાણીની ટાંકી આજુબાજુ દુકાનો અને ભીડ વાળો વિસ્તાર હોવાને લઈને તેને બ્રેકરથી સાવચેતીપૂર્વક તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આગામી ચાર મહિનામાં આ પાણીની ટાંકી જમીનદોસ્ત થઇ જશે. એ જગ્યા પર હાલમાં પાણીની ટાંકી બનાવવામાં આવશે નહિ.
(રીપોર્ટર સદ્દામ મનસુરી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.