રાજકોટમાં અબજોની જમીનમાં ભ્રષ્ટ ‘આચાર’! સ્વામિનારાયણ સંસ્થાના ગેરકાયદે બાંધકામને સરકારની મંજૂરી
રાજકોટના
હાર્દસમાન વિસ્તારમાં આવેલી ઐતહાસિક સરકારી કરણસિંહજી હાઈસ્કૂલના પરિસરમાં અગાઉ ખુદ રાજ્ય સરકારે જ બાંધકામ નહીં કરવાની સ્પષ્ટ શરત સાથે ઐતહાસિક શાળા બિલ્ડીંગ બાલાજી ટ્રસ્ટને સોંપ્યું હતું જેમાં આ ટ્રસ્ટે સરકારના રાજકોટ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને મનપાના ટાઉન પ્લાનીંગ ઓફિસર સહિત સરકારી આદેશોનો ખુલ્લો ભંગ કરીને તોતિંગ ગેરકાયદે બાંધકામ ખડકી દેતા તેને કલેક્ટરે તંત્રે અટકાવ્યું હતું.
પરંતુ, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ દ્વારા સરકારના જ આદેશનો ભંગ કરીને ખડકાયેલા આ બાંધકામને દૂર કરાવવાને બદલે તેને ખાસ કિસ્સામાં શરતી મંજુરી આપી દેતા સરકારના આ ખાતામાં નિયમોને ચાતરીને ભ્રષ્ટાચાર થયાની દેખીતી શંકા જન્મી છે.
વિગત એવી છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ શંકાસ્પદ રીતે રાજકોટના વોર્ડ નં.5માં સિટી સર્વે નં.696 પૈકીની અબજો રૂપિયાની સરકારી જમીન કે જે કરણસિંહજી હાઇસ્કૂલ ધરાવે છે તેમાં આવેલું એક ઐતહાસિક બિલ્ડીંગ ખાનગી બાલાજી ટ્રસ્ટને માત્ર રિટ્રોફીટીંગ કરવાના હેતુથી તા.11-07- 2022ના સોંપ્યું હતું.
પરંતુ, માત્ર રિટ્રોફીટીંગનું કામ કરવાને બદલે આખી જમીનના 'સ્વામી' બની ગયા હોય તેમ વિવેકસ્વામીના આ ટ્રસ્ટ દ્વારા ત્યાં પહેલા લોકોના આસ્થાકેન્દ્ર જેવા અન્નક્ષેત્ર, ચબુતરામાં ફેરફેર કર્યો અને ઘટાટોપ વૃક્ષો મંજૂરી લીધા વગર કાપી નાંખ્યા. બાદમાં વર્ષો જુના એક નાનકડા રૂમમાં આવેલું બાલાજી હનુમાન મંદિરની આડ લઈને તેની આજુબાજુ અને ઉપર બે બિલ્ડીંગો વચ્ચે પુરતું માર્જીન પણ રાખ્યા વગર તોતિંગ બાંધકામ ખડકી દીધું.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
