**ઝાલોદ તા- 4 ગામોમાં એરપોર્ટ બનાવવા માટે સર્વેની કામગીરી બારોબાર કરવામાં આવતા ખેડૂતોમા ભારે રોષે**
**ઝાલોદ તા- 4 ગામોમાં એરપોર્ટ બનાવવા માટે સર્વેની કામગીરી બારોબાર કરવામાં આવતા ખેડૂતોમા ભારે રોષે**
• ટાઢાગોળા,શારદા,ગુલતોરા, છાયણના ગામોમાં સર્વે કરતા કર્મીઓનો વિરોધ
ઝાલોદ તાલુકાના 4 ગામોમાં એરપોર્ટ બનાવવા માટે સર્વેની કામગીરી બારોબાર કરવામાં આવતા ખેડૂતો ભારે રોષે ભરાયા હતા. ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને છાયણ ગામોમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સર્વે કરવા જતા વિવાદ થયો હતો. કલેકટર, પ્રાંત અધિકારી અને ડીવાયએસપી દોડી આવ્યા હતા. જેમાં ખેડૂતોને ખાતરી આપીને મામલો થાળે પાડયો હતો. એરપોર્ટના સર્વેની કામગીરી સામે વિરોધ કરવા માટે બુધવારના દિવસે ચાર ગામમાં રણનીતિ ઘડવામાં બેઠકો કરી હતી. આ ગામોમાં માંથી કેટલાક ખેડૂતોની કોરિડોરમાં જમીન ગઈ હોવાનું જાણવા મળેલ છે.
ત્યારે એકાએક ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાનો સર્વે શરુ કરી દેવાતા ચાર ગામના ખેડૂતો પોતાના આખા પરિવાર સાથે વિરોધ નોંધવા માટે રસ્તા પર ઉતરવાની ચીમકી અપાતા ગરમાવો જોવા મળ્યો છે. ટાઢાગોળા, શારદા, ગુલતો રા અને છાયણમાં ડોમેસ્ટિક એરપોર્ટ માટેના સર્વેની કામગીરી કરવામાં આવતા ખેડૂતો વિફર્યા હતા.કલેક્ટરે જંગલની જમીનમાં સર્વે કરાશે તેવી ખાતરી અપાતા મામલો શાંત થયો હતો.કોરિડોર હાઈવેમાં ખેડૂતોની જમીન ગયા બાદ પુનઃ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ બનાવવા માટે સર્વે હાથ ધરાતા 4 ગામના 40 હજારથી વધુ ખેડૂતોને અસર થનાર હોવાથી આંદોલનનો કરવા માટે ખેડૂતો રસ્તા પર ઉતારવાની તૈયારી કરી છે.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.