શાસ્ત્રી મેદાન અને ચૌધરી સ્કૂલના ભાડામાં 10 ટકાનો વધારો
નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબાના આયોજકોને આ વર્ષે શાસ્ત્રી મેદાન અને ચૌધરી હાઇસ્કૂલના મેદાનો ગત વર્ષની સરખામણીમાં 10 ટકા મોંઘા પડશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. રાજકોટ કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજ્ય સરકારનો 2010ની સાલનો એક પરિપત્ર છે જે મુજબ કલેકટર હસ્તકના શાસ્ત્રી મેદાન અને ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં દર વર્ષે 10 ટકા ભાડા વધારો કરવામાં આવે છે. ગત વર્ષે આ મેદાનોનુ એક દિવસનું ભાડુ રૂ.14,268 થતું હતુ જે આ વર્ષે 10 ટકાના પરિપત્ર મુજબ વધીને રૂ.15695 થશે. આ વર્ષે નવરાત્રીના આયોજકોના આયોજન ખર્ચમાં ગત વર્ષ કરતા 10 ટકાનો વધારો થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.