ચાર ધામ યાત્રા:યમુનોત્રી-ગંગોત્રી: 2023માં 1.97 લાખ ભક્તો ગયા હતા, આ વખતે15 દિવસમાં જ 3.63 લાખ - At This Time

ચાર ધામ યાત્રા:યમુનોત્રી-ગંગોત્રી: 2023માં 1.97 લાખ ભક્તો ગયા હતા, આ વખતે15 દિવસમાં જ 3.63 લાખ


આ વખતે ચાર ધામ યાત્રા 10મે થી થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામના દર્શન કર્યાં છે. સૌથી રસપ્રદ આંકડો યમુનોત્રી-ગંગોત્રીનો છે. સામાન્ય રીતે બંને ધામોને લઈને ઉત્સાહ ઓછો રહેતો હતો. અત્યાર સુધીમાં 56નાં મોત...| આ વચ્ચે, ચાર ધામ યાત્રામાં અત્યાર સુધીમાં 56 તીર્થયાત્રીઓનાં મોત થયા છે. જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના 40 યાત્રી છે. 47 એવા છે, જેના મોત હાર્ટ એટેકથી થયા.
હેમકુંડ સાહેબના કપાટ ખૂલ્યા | શીખોના 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિંહની તપોસ્થલી હેમકુંડ સાહેબના કપાટ શનિવારે સવારે ખુલ્યા. પહેલા દિવસે 2000 સંતોના પ્રથમ સમૂહે દર્શન કર્યાં. કેદારનાથમાં 4.47 લાખ | સૌથી વધુ ભીડ કેદારનાથ મંદિરમાં પહોંચનારાઓની છે. શનિવાર સુધી 4 લાખ 47 હજારથી વધુ શ્રદ્ધાળુએ બાબા કેદારના દર્શન કર્યા છે. બદ્રીનાથમાં 2 લાખ 20 હજારથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.