સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગીર સોમનાથના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સફાઈ ઝૂંબેશ શરૂ
સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગીર સોમનાથના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સફાઈ ઝૂંબેશ શરૂ
----------
ગ્રામ્યકક્ષાએ શાળા, મંદિર, જાહેર સ્થળોએ લોકભાગીદારીથી દ્વારા હાથ ધરવામાં આવી સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃતિઓ
----------
ગીર સોમનાથ, તા.૧૨: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ નિર્મળ ગુજરાતના કેન્દ્રવર્તી વિચારને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સંકલિત કરી સમગ્ર ગુજરાતને સ્વચ્છ બનાવવાની નેમને સાર્થક કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત ગીર સોમનાથમાં પણ વિવિધ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં લોકો સફાઈ અભિયાનમાં જોડાયા છે.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત આગામી બે મહિના સુધી સફાઈ અભિયાન હાથ ધરાયું છે ત્યારે ગીર સોમનાથના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તેમજ તમામ તાલુકાના ગામોમાં અસરકારક અમલીકરણના હેતુથી દૈનિક ધોરણે ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
ગીર સોમનાથમાં ગ્રામ્ય કક્ષાએ આવેલા ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ, ગામનો ચોરો, બજારો અને શાળા, સ્કૂલ, કોલેજોમાં લોકભાગીદારી દ્વારા સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ હતી અને આ જ રીતે આગળ પણ લોકભાગીદારીથી વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.