પોતાના જન્મદિનની ઉજવણીમાં મળેલ દસ હજાર જેવી રોકડ ભેટ મનો દિવ્યાંગ સેવામાં અર્પણ કરી જન્મદિનની અનોખી ઉજવણી - At This Time

પોતાના જન્મદિનની ઉજવણીમાં મળેલ દસ હજાર જેવી રોકડ ભેટ મનો દિવ્યાંગ સેવામાં અર્પણ કરી જન્મદિનની અનોખી ઉજવણી


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદમાં આસ્થા સ્નેહ નું ઘરના સંચાલક પ્રકાશભાઈ અને બકુલાબેનના પુત્ર જય ભીમાણી નો ૧૫ મો જન્મદિનની ઉજવણી તાજેતરમાં કરવામાં આવેલ. જન્મદિનની ઉજવણી સગા સંબંધીઓની સાથે ગાયત્રી હવન અને નાનકડી પાર્ટી રૂપે કરવામાં આવેલ. ૧૫ માં જન્મદિનની કેક દિવ્યાંગ બાળકો સાથે મળી કાપવામાં આવેલ. આ ઉજવણી નિમિતે જય ભીમાણીને સગા સંબંધીઓ તરફથી શુભેચ્છારૂપે મળેલ રૂ. દસ હજારની રોકડ ભેટ જય દ્વારા આસ્થા સ્નેહ નું ઘરમાં દિવ્યાંગ સેવા કાર્યમાં આપી પોતાની સંવેદના દર્શાવેલ. આજના સમયમાં લોકો જન્મદિન અલગ અલગ થીમ આધારિત ઉજવણી કરતા હોય છે ત્યારે જય ભીમાણીએ પોતાના પરિવારની સંસ્થા પ્રત્યેની લાગણી રૂપે રૂ. દસ હજાર દિવ્યાંગ સેવામાં આપવનો કરેલ નિર્ણય અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.