સાણંદમાં સર્વત્ર વરસાદને પગલે અનેક ગામડાઓમાં રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ અને લોકોના મકાનમાં પાણી ઘુસ્યા.
*અમદાવાદ : સાણંદ*
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા મેન કેનાલ તેમજ તળાવો ઓવર ફ્લો થતાં અમદાવાદમાં સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા, છારોડી, વિરોચનનગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, સતત વરસી રહેલા વરસાદને કારણે અતિ ભારે વરસાદને કારણે મેન ગટર લાઈનો ઓવર ફ્લો થતાં જ વિરોચનનગર ગામમાં રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે ત્યારે લોકોને કેડ સમા પાણીમાંથી પસાર થવું પડે છે અને નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના રહેણાંક મકાનમાં ઢીંચણ સમા દૂષિત પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો લોકોએ જાતે પાણીનો નિકાલ કર્યો છે.
લોકોના માલ સામાન અને ઢોર ને બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘરવખરીનીમાં ભારે નુકસાન થયું છે. અને આ દોષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે એવું અનુમાન કરી શકાય છે.
કેટલાક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ગળા ડૂબ પાણીની અંદર જે લોકો પોતાના ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવા માટે મજબૂર બની રહ્યા છે.
મેન ગટર ઓવરફ્લો થવાને કારણે એ પણ વાતનો ડર છે કે જો હજી પણ વધુ વરસાદ રહ્યો અને પાણીનો સંગ્રહ ન થઈ શક્યો હતો મોટું નુકસાન થઈ શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અતિ વરસાદને લઈને વીજ પોલ ધરાશાએ થયા હોવાને લઈને વિસ્તારમાં અંધારપટ તેમજ મોબાઈલ નેટવર્ક પણ નથી આવતા માટે કોઈ ઈમરજન્સી કોન્ટેક થઈ શકતો નથી.
ગામમાં બે દિવસથી પાણી ભરાયા હોવા ની જાણ કરવા છતાં પણ તંત્ર જ્યારે કોઈ મોટી જાનહાનિ કે માલહાની ની રાહ જોતું હોય એમ લાગી રહ્યું છે.
*..✍🏻 એટ ધીસ ટાઈમ ન્યુઝ બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ..📹*
9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.