શીતલ પાર્ક પાસેથી બનાવટી પનીર બનાવતું કારખાનું ઝડપાયું
શીતલ પાર્ક પાસેથી બનાવટી પનીર બનાવતું કારખાનું એસઓજીની ટીમે પકડી પાડી મોટી કાર્યવાહી કરી હતી. ગુજરાત ફૂડસ નામના કારખાનામાં દૂધની જગ્યાએ પાવડર વાપરી પનીર બનવવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થતા રૂ.1.20 લાખનું શંકાસ્પદ પનીર કબ્જે કરી એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. મિલાવટી પનીર વેંચાઈ તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન.વી.હરિયાણી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે શીતલ પાર્ક પાસે આવેલ ગુજરાત ફૂડસ નામના કારખાનામાં મિલાવટી પનીર બનાવવામાં આવે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં ટીમે દરોડો પાડી બંધ કારખાનમાંથી શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે પકડેલ 800 કિલો પનીર રૂ.1.20 લાખનો મુદામાલ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. જે અંગેની અભિપ્રાય આવ્યાં બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
વધુમાં મળેલ વિગત મુજબ, પનીર બનાવતી ગુજરાત ફૂડસ નામનું કારખાનું સાધુ વાસવાણી રોડ પર રહેતાં હાર્દિક ઘનશ્યામ કારીયાનું છે અને તે દિવસના ચાર કલાક કારખાનામાં પનીર બનાવી કારખાનું બંધ રાખે છે.
પોલીસે પકડેલ પનીર બનાવવામાં દૂધની જગ્યાએ દુધના પાવડર અને તેમાં મેળવવામાં આવતું એસિડ નબળી ગુણવત્તા વાળું હોવાનું સામે આવ્યું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.