વડનગર ખાતે ભારત સરકાર ના નીતિ આયોગ ટીમ દ્વારા લાભાર્થીઓને રૂબરૂ મુલાકાત કરી સીધો સંવાદ કર્યો
વડનગર ખાતે ભારત સરકાર ના નીતિ આયોગ ટીમ દ્વારા લાભાર્થીઓને રૂબરૂ મુલાકાત કરી સીધો સંવાદ કર્યો
ઉત્તર ગુજરાત માં આવેલું મહેસાણા જીલ્લા નું વડનગર ખાતે ભારત સરકાર ના નીતિ આયોગની ટીમ દ્વારા ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત કરી તેમની તેમની સાથે સંવાદ કરી તમામ યોજનાઓ ની સફળતા બાબતે ચકાસણી કરેલ હતી તેમાં નીતિ આયોગ ની ટીમ એ લાભાર્થીઓને સીધી વાત કરી હતી .
નીતિ આયોગની ટીમે વડનગર ખાતે વડનગર અર્બન અને ખતોડા ગામના સરકારની વિવિઘ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ યોજાયો વડનગરના વિવિધ પ્રસિધ્ધ સ્થળોની પણ મુલાકાત લીધી તેમાં નીતિ આયોગના નિયામક કિર્તીબેન તિવારી પેટ્રોકેમિકલ અને કુદરતી ગેસ મંત્રાલયના નાયબ સચિવ અરવિંદનાથ જહા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસમીને મહેસાણા જિલ્લાના વડનગર ખાતે વડનગર અર્બન અને ખતોડા ગામના સરકારની વિવિઘ યોજનાઓનો લાભાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. જેમાં હર ઘર જલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ,પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, મિશન ઈન્દ્ર ધનુષ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્વવલા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પીએમ વિશ્વકર્મા યોજના ,પીએમ મુદ્રા યોજના ,પ્રધાનમંત્રી પોષણ યોજના તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ ફોર ફાર્મર્સ એનિમલ હસબન્ડરી એન્ડ ફીસરીઝના સંબંધિત અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવી હતી.
વડનગર ભાલેસર વડનગર આંગણવાડી -૧૧ ખાતે યોજાએલા કાર્યક્રમમાં નીતિઆયોગે પાંચ બાળકોના અન્ન પ્રાસન કાર્યક્રમમાં રસપુર્વક સહભાગી બન્યા હતા તેમજ શ્રી અન્ન રસોઈ પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. આ તકે તેમણે આંગણવાડી તેમજ વિવિધ યોજનાઓ સાથે સંકળાએલા અધિકારીશ્રીઓ સાથે પણ યોજનાલક્ષી સમીક્ષા કરી હતી.
નીતિ આયોગની ટીમે વડનગરમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મંદિર અને બૌધ્ધ સ્તુપ ની મુલાકાત લીધી હતી.આ કાર્યક્રમમાં સર્વશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એચ.એમ. ચાવડા, ખેરાલુ પ્રાંત અધિકારીશ્રી વંદનાબેન પરમાર , જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કાપડિયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મંડોરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર શ્રી મેવાડા, એલડીએમ શ્રી મહેશ ગંગેય, નાયબ મામલતદાર શ્રી આશાબેન ચૌધરી , સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી શ્રી ચૈતાલીબેન ચૌધરી તેમજ જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રી પારસબેન પટેલ, વાસ્મો યુનિટ મેનેજર શ્રી ગુંજનબેન પટેલ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કડિયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં .
રિપોર્ટ -: જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.