રૈયા ચોકથી માધાપર ચોક સુધી 3 કિમીનો ટ્રાફિક જામ - At This Time

રૈયા ચોકથી માધાપર ચોક સુધી 3 કિમીનો ટ્રાફિક જામ


રાજકોટ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ બપોરે મેઘરાજાએ મન મૂકી વરસવાનું શરૂ કર્યું હતું. બપોર બાદ વરસાદી વાતાવરણ વચ્ચે એકાએક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શહેરમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા અને જેના કારણે 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકથી માધાપર ચોક સુધી લગભગ 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.