મહિલાઓ વચ્ચે વાળ ખેંચીને મારામારી. - At This Time

મહિલાઓ વચ્ચે વાળ ખેંચીને મારામારી.


પરિણીતાને તેડવાના મુદ્દે બે પક્ષ વચ્ચે તકરાર થતા સાળાએ બનેવીના ઘરે જઇને માર માર્યો હતો . જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે . લાઈક અલવા નાકા પંચદેવ નગરમાં રહેતા ચંદ્રકાંત જયેશભાઇ માળી અલકાપુરીની એક ક્લબમાં નોકરી કરે છે . માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે , ગત તા . ૨૧-૦૪-૨૦૨૦ ના રોજ મારા લગ્ન મહેશભાઇ કનુભાઇ માળીની પુત્રી નેહા સાથે થયા હતા . અને એક વર્ષ પછી મારી પત્નીને સાસરીમાં મોકલવાનું નક્કી થયું હતું . પરંતુ , તેઓ મોકલતા નહતા . જેથી , ગત તા . ૮ મી સપ્ટેમ્બરે મારા માતા - પિતા મારી સાસરીમાં પત્નીને તેડવા માટે ગયા હતા . તેઓએ એવું કહ્યું હતું કે , નેહાનો ભાઇ વિજય આવશે તો મોકલીશું . જેથી , અમે રાહ જોઇને બેઠા હતા . પરંતુ , વિજય નહી આવતા અમે તેડયા વગર પરત આવ્યા હતા . આજે અમે ઘરે હતા . તેદરમિયાન મારા સાળો વિજય અને પ્રમોદ તથા મારા સાસુ શોભનાબેન માળી અમારા ઘરે આવ્યા હતા . મને ફોન કરીને બોલાવતા હું નોકરી પરથી ઘરે આવ્યો હતો . મારા સાસુએ મને કહ્યું હતા કે , અમે કીધું ત્યારે તેડવા કેમ ના આવ્યા ? મારા માતા સમજાવતા હતા . ત્યારે સાસુએ મારા માતાના વાળ પકડી ખેંચી નાંખ્યા હતા . હું છોડાવવા વચ્ચે પડતા પ્રમોદે મને પકડી રાખ્યો હતો . અને વિજયે મને જમણા હાથ પર કડુ મારી ઇજા પહોંચાડી હતી . મારા દાદી નર્મદાબેન છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ ધક્કો મારતા દાદીને ઇજા થઇ હતી . અમે કંટ્રોલ રૃમમાં કોલ કરતા હુમલાખોરો ભાગી ગયા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.