નાનપણથી જ સજીવોને નુકશાન કરતા પેસ્ટીસાઇડથી ખેતી ન કરવાનો નિર્ધાર કરી ચુકેલા યુવા નિલેષભાઇ પ્રાકૃતિક ખેતીથી મોટાપાયે શાકભાજીની ખેતી કરી રહ્યા છે - At This Time

નાનપણથી જ સજીવોને નુકશાન કરતા પેસ્ટીસાઇડથી ખેતી ન કરવાનો નિર્ધાર કરી ચુકેલા યુવા નિલેષભાઇ પ્રાકૃતિક ખેતીથી મોટાપાયે શાકભાજીની ખેતી કરી રહ્યા છે


નાનપણથી જ સજીવોને નુકશાન કરતા પેસ્ટીસાઇડથી ખેતી ન કરવાનો નિર્ધાર કરી ચુકેલા યુવા નિલેષભાઇ પ્રાકૃતિક ખેતીથી મોટાપાયે શાકભાજીની ખેતી કરી રહ્યા છે

જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધ્યું છે

ભુજ, ગુરૂવાર

સજીવો તથા પ્રકૃતિ પ્રત્યેનો મારો પ્રેમ મને મોટા થઇને પ્રાકૃતિક ખેતી તરફ લઈ ગયો એવું જણાવનાર અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામના નિલેષભાઇ કરસનભાઇ મરંડ હાલે મોટાપાયે ગૌપાલન સાથે શાકભાજીની ખેતી કરી રહ્યા છે.

નિલેશભાઇ મરંડ જણાવે છે કે, જ્યારે અભ્યાસ કરતો ત્યારે કૃષિનો એક વિષય અભ્યાસમાં આવતો હતો. આ વિષયના અભ્યાસમાં કૃષિ તથા તેમાં સહયોગી સજીવો પ્રત્યે ઘણું શીખવા તથા જાણવા મળ્યું હતું. પરંતુ મારા વડીલો રાસાયણિક ખેતી કરતા હોવાથી પ્રત્યક્ષ રીતે મારી વાડીમાં મને વિરોધાભાસ જણાતો હતો. મારા વડીલો દ્વારા કરાતી રાસાયણિક ખેતી મને ખટકતી હતી. પરંતું મારી ઉંમર ઘણી નાની હોવાથી હું ત્યારે કંઇપણ કરી શકવા સક્ષમ ન હતો. પરંતુ ત્યારે એક નિર્ધાર ચોક્કસ કર્યો હતો કે, જયારે પણ હું ખેતીની કમાન સંભાળીશ ત્યારે પ્રાકૃતિક ખેતી જ કરીશ વર્ષે ૨૦૦૯થી આ તરફ મે કદમ માંડ્યા જે આજેપણ સફળ રીતે ચાલી રહ્યા છે.

તેઓ ઉમેરે છે કે, જયારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે હું મારી જાતે નવી નવી ટેકનીકનો ઉપયોગ પાક વાવેતરમાં કરતો તેમજ છાણીયા ખાતરનો પાયામાં ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. જેમાં મને સારા પરિણામ જણાતા સંપૂર્ણપણે યુરિયા ખાતરનો વપરાશ બંધ કરી દિધો હતો. સાથે સાથે પ્રાકૃતિક ખેતી અંગે વિધીસર તાલીમ મેળવીને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત વગેરે ખાતરો બનાવતો શીખ્યો, આત્મા દ્વારા માર્ગદર્શન મળતા ધીમે ધીમે ખૂબ જ સારા પરિણામો મળી રહ્યા છે. હાલ પ્રાકૃતિક ખેતીમાં હું દિવેલા, રાયડો, શાકભાજીમાં ટામેટા, મરચા, રીંગણ, ડુંગળી, મગફળી  વિગેરે પાકોનું વાવેતર કરું છું જેની ગુણવત્તા ખુબ ઉચ્ચકક્ષાની છે. ઉપરાંત ગૌપાલન કરતો હોવાથી દુધમાંથી ઘી બનાવી તેનું જાતે જ માર્કેટીંગ કરીને વેચાણ કરતા સારી આવક રળી રહ્યો છું.  

ગુણવક્તા યુક્ત પ્રાકૃતિક પેદાશના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે તથા આર્થિક રીતે મારી સધ્ધરતા વધી છે. જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધ્યું છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો છે. ખેતરમાં રહેલા સૂકા પાંદડાં, ડાળીઓ વગેરેનું આચ્છાદાન કરવાથી જમીનની ભેજ ધારણ શક્તિમાં વધારો થયો છે. વધુમાં નીંદણનું નિયંત્રણ થઈ જાય છે. જમીન અળસિયાના લીધે ભરીભરી બની છે અને તેમાં વરસાદનું પાણી જમા થતું નથી, જે સીધું જ જમીનમાં ઉતરી જાય છે.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.