માળીયા હાટીના તાલુકા હેલ્થ સુપરવાઈરે માળીયા હાટીના તાલુકા વધાર્યું ગૌરવ
મેલેરિયા મુક્ત અભિયાન અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી અન્વયે જૂનાગઢ ખાતે તા.૧૨-૦૫-૨૦૨૩ રોજ માનનીય વિભાગીય નાયબ નિયામકશ્રી અને માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી ડો. લાખાણી સર ના માર્ગદર્શન હેઠળ જીલ્લા કક્ષાએ તમામ MPHW, MPHSશ્રીઓનો વર્કશોપ ઓડીટોરીયમ હોલ, કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ ખાતે રાખવામા આવેલ છે. જેમા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા મથક ના અધિકારીશ્રીઓ, દરેક તાલુકા ના તમામ THOશ્રી , TMPHS, MPHS તથા MPHWશ્રી તમામ ઉપસ્થિત રહ્યા હતા.
૨) આ વર્કશોપ દરમિયાન MPHW દ્વારા વાહકજન્ય રોગ અટકાયત કામગીરી અને પાણીજન્ય રોગ અટકાયત કામગીરી બાબતે પ્રેઝનટેશન કરવામા આવશે.
૩) વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાન TMPHS, MPHS તથા MPHW દ્વારા કરેલ વાહકજન્ય રોગ અને પાણીજન્ય રોગ અટકાયતની વિશેષ કામગીરી બદલ માન. ડો. ફેન્સી , વિભાગીય નાયબ નિયામકશ્રી, ભાવનગર ના હસ્ત એવોર્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા જેમાં માળિયા હાટીના તાલુકા હેલ્થ સુપરવાઈર શ્રી.મિતેષ કછોટ ને બેસ્ટ તાલુકા હેલ્થ સુપરવાઈઝર નાં એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે ગડુ નાં એમ.પી.એચ.એસ. શ્રી.પ્રવીણભાઈ ને તાલુકાના બેસ્ટ સુપરવાઈર અને અન્ય ૩ એમ.પી.એચ.ડબલ્યુ ને પણ શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.