હાલોલના પાનેલાવ ખાતે અર્બન હોર્ટીકલ્ચર તેમજ કિચન ગાર્ડન વિષય પર તાલીમનું આયોજન કરાયું
ગોધરા
નાયબ બાગાયત નિયામક કચેરી ગોધરા અને એલેમ્બિક સી.એસ.આર ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે હાલોલના પાનેલાવ ખાતે અર્બન હોર્ટીકલ્ચર તેમજ કિચન ગાર્ડન વિષય પર તાલીમ યોજાઈ હતી.
આ તાલીમમાં તાલીમ વિષય નિષ્ણાંત ડો.યાદવ તેમજ નાયબ બાગાયત નિયામક કચેરી ગોધરા ખાતેથી જિલ્લા બાગાયત અધિકારી હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તાલીમમાં ખેડૂતોને કિચન ગાર્ડન,ટેરેશ ગાર્ડન,રુફ ટોપ ગાર્ડન,વર્ટીકલ ગાર્ડન વગેરે જેવા વિષય પર વિગતવાર તાલીમ આપવામા આવી હતી. આ સાથે ખેડુતોને શાકભાજી બિયારણ તેમજ અળસીયા ખાતરનું પણ વિતરણ કરાયું હતું.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.