પાલક માતા પિતા યોજના અન્વયે બોટાદના દીકરી શ્વેતાબેન વાજાને ગરીબ કલ્યાણ મેળા દરમિયાન લાભન્વિત કરાયા
(અસરફ જાંગડ દ્વારા)
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલી પાલક માતા પિતા યોજના અન્વયે બોટાદના દીકરી શ્વેતાબેન વાજાને પણ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન લાભન્વિત કરાયા હતા. ખૂબ નાની ઉંમરમાં માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવનાર શ્વેતાબેનનો સથવારો સરકાર બની છે,બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામના દીકરી શ્વેતાબેનને ગરીબ કલ્યાણ મેળા દરમિયાન મહાનુભાવોના હસ્તે રૂ. 2 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતીજે બદલ શ્વેતાબેને પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મારા માતા-પિતા તો ઈશ્વર પાસે જતા રહ્યા, પરંતુ સરકાર મારા પાલક માતા પિતા બન્યા. સરકાર દ્વારા આપવામાં આવેલી આ નાણાકીય સહાય થકી મને ઘણી રાહત મળશે.સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતા-પિતા યોજના અમલમાં છે. બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુભાષભાઈ ડવના નેતૃત્વ હેઠળ કર્મઠ કર્મયોગીઓની ટીમ કાર્યરત છે. ‘બાળકો માટે સુરક્ષાના અધિકાર’ અને ‘બાળકના શ્રેષ્ઠ હિત’ના મધ્યવર્તી સિદ્ધાંતો પર બાળ સુરક્ષા એકમ કેન્દ્રિત છે. જેમાં અનેક લાભાર્થીઓ માટે પ્રકાશના ઓજસ પાથરતા ઉમદા કાર્યો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.