શિયાળે કરા-વરસાદ પડશે: ગુરૂ-શુક્રવારે આગાહી - At This Time

શિયાળે કરા-વરસાદ પડશે: ગુરૂ-શુક્રવારે આગાહી


રાજયમાં હાલ શિયાળે બરોબર જામ્યો છે. અને કડકડતી ઠંડી પડી રહી છે. અને છેલ્લા બે દિવસથી તો, આંશિક વાદળીયા હવામાન વચ્ચે ધાબડીયું વાતાવરણ છવાયુ છે.સવારનાં ભાગે ધૂમ્મસ વચ્ચે ઠંડક વર્તાઈ રહી છે. અને હજુ પણ આવતા બે દિવસ દરમ્યાન આંશિક વાદળીયુ હવામાન રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.ત્યારે ફરી આ ભરશિયાળે ચાલુ સપ્તાહમાં જ ચોમાસાનો અનુભવ થનાર છે.
હવામાન વિભાગ અનુસાર આગામી તા.26 અને 27નાં રોજ એટલે કે આવતા, ગુરૂ અને શુકવારે સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતનાં જુદા-જુદા ભાગોમાં કરા સાથે હળવો વરસાદ પડશે.હવામાન વિભાગ અનુસાર ગુજરાત અને રાજસ્થાન ઉપર વેર્સ્ટન ડિર્સ્ટબન્સ અને ઈસ્ટરલી વેવ એમ બે સિસ્ટમ ભેગી થાય છે. જેની અસર રૂપે આગામી તા.26 અને 27નાં રોજ સૌરાષ્ટ્રમાં છુપ છવાયા સ્થળોએ કરા સાથે હળવો વરસાદ પડશે. જયારે, કચ્છમાં અસર વધુ રહેશે અને આખા જિલ્લામાં કરા સાથે હળવો વરસાદ પડશે.
આ ઉપરાંત હવામાન પલ્ટાની અસર ઉત્તર ગુજરાતમાં પણ વધુ રહેશે અને અનેક જિલ્લામાં કરા સાથે હળવો વરસાદ પડી શકે છે.હવામાન વિભાગનાં સતાવાર સૂત્રોનાં જણાવ્યા મુજબ ખાસ કરીને કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં હવામાન પલ્ટાની વિશેષ અશર રહેશે.ઉપરોકત જિલ્લાઓમાં તા.26 અને 27નાં રોજ કરા સાથે હળવો વરસાદ પડશે જયારે સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓમાં આંશિક વાદળીયું હવામાન છવાયેલુ રહેશે.
હવામાન વિભાગ મુજબ તા.26 અને 27 દરમ્યાન ઠંડીનું પ્રમાણ પણ જળવાયેલું રહેશે.આમ ભરશિયાળે ફરી લોકોને માવઠાનો સામનો કરવો પડશે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સોમવારે અમદાવાદમાં 17.8, અમરેલીમાં 14.2, વડોદરામાં 19.8, ભાવનગરમાં 18.8, ભુજમાં 11.2, દાહોદમાં 15.2, ડાંગમાં 19.6, ડીસામાં 16.3, ગાંધીનગરમાં 17.1, જામનગરમાં 13.1, નલિયામાં 7.9, રાજકોટમાં 12.8, સુરતમાં 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જોકે, આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી.
હવામાન વિભાગે 27 ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જોકે, આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી.
જ્યારે 28 ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે. 28 ડિસેમ્બરે કચ્છ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જોકે, આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.