સર્વ સમાજના લોક હૃદયમાં સ્થાન ધરાવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : વિનોદભાઇ વાલાણી
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ અને જેપી નડાને પત્ર પાઠવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી ઍ પત્ર પાઠવીનૅ જણાવ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા દરેક સમાજને સાથે રાખી ચાલનારા અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વખત સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરાઈ છે સતત અઢાર કલાક કામ કરનારા અને જાગૃત પ્રતિનિધિત્વ કરતા અભ્યાસુ અને બહોળો અનુભવ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભામાં સતત સાત વાર અને લોકસભામાં એક વાર ચૂંટાય આવ્યા છે, કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાતા કુંવજીભાઈ બાવળિયા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને કુંવરજીભાઈ સાથે બહોળો વર્ગ જોડાયો છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે ઓબીસી નેતા અને 32 ટકા કોળી સમાજની વસ્તી ધરાવતા સમુદાયની લાગણી અને માંગણીને ધ્યાને લઇ ગરવી ગુજરાતના લોકસેવક અને સૌરાષ્ટ્રની ધરાને નંદનવન બનાવવા સૌરાષ્ટ્રના સાથી કુંવરજીભાઇ બાવળિયાને તક મળે તેવી લાગણી રજૂ કરી છે કોળી સમાજ તેમજ બીજા અન્ય સમાજનાં લોકો ઇચ્છે કે કુંવરજીભાઇ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવેલ ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી ડી (કોળી) પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને સાત સાત કોળી સમાજના મંત્રીઓ સરકારમા પ્રતિનિધિત્વ કરતા હતા સર્વ સમાજને સાથે રાખી ચાલનારા ઓબીસી નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વિનોદભાઈ વાલાણીએ નરેન્દ્રભાઈ મોદીને આગ્રહ ભરી વિનંતી સાથે પત્ર પાઠવ્યો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.