રાજકોટ યાર્ડમાં પેટ્રોલ પંપ, શાકભાજી વેસ્ટમાંથી ખાતર બનાવવાના પ્લાન્ટ સહિતનાં વિકાસકામોને લીલીઝંડી
માર્ચ મહિનાને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી સંસ્થા દ્વારા વર્ષ 2024-25નાં બજેટ રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ચેરમેન જયેશ બોઘરાનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુલ રૂ.34.92 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં રાજકોટ યાર્ડમાં પેટ્રોલ પંપ, ઓર્ગેનિક વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવા તેમજ સોલાર ઈન્સ્ટોલેશન ડ્રેનેજ લાઈન, સિમેન્ટ રોડ, ડામર રોડ, મેદાનમાં પેવિંગ બ્લોક સહિતના વિકાસકામોને લીલીઝંડી આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.