જામનગરમાં દશેરા પર્વે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરાયું - At This Time

જામનગરમાં દશેરા પર્વે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરાયું


જામનગરમાં દશેરા પર્વે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરાયું

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આતાશબાજી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરાયું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. જામનગરના સિંધી સમાજ દ્વારા આજે સાંજે શહેરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાનકપુરી ખાતેથી વિવિધ પાત્રો સાથે આબેહુબ વેશભૂષામાં રામસવારી નિકળી હતી. જેમાં ભગવાન શ્રીરામની સેના, વાનર સેના, હનુમાનજી, ઋષિમુનિઓના વેશભુષા ના પાત્રો હોય છે. ઉપરાંત અટ્ટહાસ્ય કરતો રાવણ અને તેની સેનાના કુંભકર્ણ, મેઘનાદ જેવા મહારથીઓ અને રાક્ષસોની સેનાના હાકલા પડકારા બાળકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.જે શહેરના મુખ્યમાર્ગો પર ફરીને સાંજે પ્રદર્શન મેદાનમાં પહોંચી અને ત્યાં રામ અને રાવણનું યુદ્ધ બાદ રાવણનો પરાજ્ય થતા રાવણ દહન કરાયું હતું.

આ કાર્યક્રમ માટે સિંધી સમાજના ચેરમેન અને માજી મંત્રી પરમાનંદ ખટ્ટર ના તથા પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી ના માર્ગદર્શન હેઠળ દશેરા કમિટી અને સમાજના યુવાઓ અને કાર્ય કર્તાઓ દ્વારા એક માસ પૂર્વે થી જહેમત ઉઠાવી તૈયારીઓ કરી પૂતળાં બનાવી જે પૂતળાંઓ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેઘનાદ અને કુંભકર્ણના 40-40 અને રાવણનું 50 ફુટ જેટલા ઊંચા પુતળા બનાવીને તેમાં ફટાકડા ભરીને ઉભા કરાયા બાદ દશેરા પર્વ ની સાંજે રામ રાવણના યુધ્ધ બાદ પુતળાઓને ભગવાન શ્રીરામના તીર દ્વારા પલિતો ચાંપવામાં આવ્યા હતા.

મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓમાં 1200-1200 યુનિટ અને રાવણના પુતળામાં 1300 યુનિટ એક્સપ્લોઝીવ ગોઠવવા આગ્રા દિલ્હીથી મધ્યપ્રદેશના કારીગરોની ટીમ આવી હતી. જેના દ્વારા ક્ધટ્રોલ્ડ એક્સ્પ્લોઝિવ ચેઈન સીસ્ટમથી ફુટે તેવી ગોઠવણ કરવામાં આવી છે. રામ અને રાવણની સેના વચ્ચે યુધ્ધ બાદ કુંભરર્ણ અને મેઘનાદના 40-40 અને રાવણના 50 ફુટ ઉંચા પુતળાઓનું દહન કરાયું હતું.

રાવણદહન ને નિહાળવા નવતનપુરી ધામ પ્રણામી ના સંત કૃષ્ણમણી મહારાજ, દેવભૂમિ દ્વારકા અને જામનગર ના સાંસદ પૂનમબેન માડમ, 78 અને 79 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, શહેર પ્રથમ નાગરિક મેયર વિનોદ ખીમસુરિયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મનપા સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન નિલેશ કગથરા,દંડક કેતન નાખવા તથા ભાજપ શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાયબ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા આર. બી. દેવધા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ની હાજરી રહી હતી.સિંધી સમાજ દ્વારા તમામ આમંત્રણ મહેમાનો અને આગેવાનો ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ મોટી સંખ્યમાં જનમેદની રાવણ દહન નિહાળવા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયા હતા.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.