રાજકોટનાં પ્રહલાદ પ્લોટમાંથી 5 ઢોર પકડી લેવાતા માલધારીઓમાં રોષ; ટાર્ગેટ પુરો કરવા આડેધડ ઝુંબેશ ચલાવે છે: આગેવાન
ગુજરાત હાઈકોર્ટનાં આદેશ બાદ રાજકોટ મનપા દ્વારા ઢોરપકડ ઝુંબેશ પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. જોકે મનપાની આ કામગીરીને લઈ અવારનવાર ઢોરપકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે ઘર્ષણનાં બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આજે શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાંથી પરમિશન હોવા છતાં 5 ઢોર પકડી લેવાતા માલધારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. તેમજ આ મામલે એ-ડિવિઝન પોલીસને રજૂઆત કરી પોતાના ઢોર પરત આપવાની માગ માલધારીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.