પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ શખ્સને પકડ્યો,પૂછપરછમાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો
ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ એમ.બી. જાડેજા,કિશોરભાઇ ચુડાસમા અને ડ્રાયવર પો.હેડ કોન્સ રાજશીભાઇ ભારવાડીયા સહિતનો સ્ટાફ ગઈ.તા.14/05 ના રોજ રાત્રીના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નહેરૂનગર મેઈન રોડ પર ધરતી વે-બીજ નામની દુકાન પાસેથી ચોરી કરવાની પેરવી કરતો શખ્સ પકડાયો હતો. આરોપીનું નામ પૂછતાં રાજકુમાર ભગવાન પ્રસાદ(રહે.ગામ સીમરીયા ઘાના-બહાદરા તહેસીલ- કેશવપુર જીલ્લો આરા,બિહાર)હોવાનું જણાવ્યું હતું.તેની પૂછપરછમાં પોતે સંતોષ કારક જવાબ આપતો ના હોય જેની અંગ ઝડતી કરતા બે આધાર પુરાવા વગરના મોબાઈલ મળી આવ્યા હતા.ત્યારબાદ તેની સામે ભક્તિનગરમાં મિલકત અંગેનો ગુન્હો નોંધી તપાસ કરતા આ મોબાઈલરાજકમલ ફાટકની સામે અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ખુલ્લી ઓરડીમાંથી ગઈ તા.08/05 ના રોજ ચોરી કર્યાનું જણાવતા બંને મોબાઈલ જપ્ત કરી મોબાઈલ ચોરીનો ગુન્હો નોંધ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.