આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે: નહી ભુલાય જસદણના ડો.પંકજભાઈ કોટડીયાની સેવાને - At This Time

આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે: નહી ભુલાય જસદણના ડો.પંકજભાઈ કોટડીયાની સેવાને


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દર વર્ષે ૧ જુલાઈના રોજ આપણાં દેશમાં રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે મનાવાય છે સામાન્ય લોકો ડોકટરને ઈશ્વરના દૂત ગણીને સન્માનતા હોય છે ડોક્ટરના સેવાકીય કાર્યોને બિરદાવવા તથા તેમના પ્રત્યે આદર વ્યકત કરવાં માટે આ દીવસ મનાવવામાં આવે છે ત્યારે જસદણ વીંછિયા બાબરા જેવા તાલુકાના અને રાજકોટ જીલ્લાના હજજારો લોકોનાં દિલથી પોંખાયેલા ડો. પંકજભાઈ કોટડીયાની કોરોનાની બીજી લહેરમાં અવિસ્મરણીય યોગદાન આજે પણ લોકો યાદ કરે છે નવી પેઢીને પ્રેરણા અને માર્ગદર્શન મળે એવું વ્યક્તિત્વ ધરાવતાં અને સેવાને પરમ ધર્મ માનનારા ડો. પંકજભાઈ કોટડીયાએ કોરોનાની બીજી લહેરમાં પોતાની હોસ્પિટલની આવક છોડી જસદણમાં કોરોનાંગ્રસ્ત દર્દીઓની સારવારમાં લાગી ગયાં હતાં તે સમયે રાજકોટ જીલ્લાની નાની મોટી તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરચક હતી ત્યારે તેમણે એક પણ પૈસો લીધાં વગર કોરોનાં કેર સેન્ટરમાં વિનામુલ્યે સેવા આપી કોરોનાગ્રસ્ત અનેક દર્દીઓને દોડતાં કર્યા હતા આજે મેડીકલ ખુબ જ આગળ વધ્યું છે ટેકનોલોજીની સાથે સેવાભાવ પણ ખુબ જ આવશ્યક બન્યો છે ત્યારે ડો. પંકજભાઈ કોટડીયા જેવાં વ્યકિતત્વ નવા ડોકટરો માટે ચોક્કસ એક આદર્શ અને પ્રેરણાપુરુષ બની શકે એમ છે જૉ ડો. કોટડીયાને રોલમોડલ ગણે તો ભાગ્યે જ કોઈ દર્દી સારવારથી વંચિત રહે જીવન અને મુત્યુ તો ઉપરવાળાના હાથમાં છે પણ દરેક નાગરિકને સમયસર સારવાર મળે એ તો ડોકટરોની નૈતિક ફરજ છે કોરોનાની બીજી લહેરમાં લાખો રૂપિયા રીતસર ઠુકરાવી દર્દીઓના દુઃખો દૂર કરનારા ડો. પંકજભાઈ કોટડીયાને આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે એ સલામ!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.