હળવદ તાલુકાના રાયસંગપર ગામે બનેલા ચોકાવનારા બનાવ માં નરાધમ વિરુદ્ધ બળાત્કાર મરવા મજબૂર કરવા સહિત ની કલમ મુજબ ગુનો નોંધાયો - At This Time

હળવદ તાલુકાના રાયસંગપર ગામે બનેલા ચોકાવનારા બનાવ માં નરાધમ વિરુદ્ધ બળાત્કાર મરવા મજબૂર કરવા સહિત ની કલમ મુજબ ગુનો નોંધાયો


હળવદ દુષ્કર્મ બાદ નરાધમે બદનામ કરવાની ધમકી આપતા સગીરા નો આપઘાત

હળવદ પંથકમાં વધુ એક દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જ્યાં ૧૭ વર્ષની સગીરાના ઘરમાં ઘુસી એક ઇસમેં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગીરાને બદનામ કરવાની પણ ધમકી આપી હોય જેથી ભોગ બનનાર સગીરાએ ફિનાઈલ પી લેતા મોત થયું હતું જે બનાવ મામલે આરોપી વિરુદ્ધ મરવા મજબુર કરવા, દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકના રહેવાસી વૃધ્ધાએ હળવદ પોલીસ મથકમાં આરોપી રોશન જાદવજી દેવીપુજક નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી રોશન દેવીપુજક નામનો ઇસમ ફરિયાદીના ઘરમાં ઘુસી આવ્યો હતો અને ફરિયાદીની પૌત્રી સગીર વયની હોય જેની સાથે શારીરિક છેડતી કરી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો જે બાબતે ભોગ બનનાર સગીરાને બદનામ કરવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર સગીરા ફિનાઈલ પી લેતા મોત થયું હતું

મૃતકના દાદીની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી રોશન જાદવજી દેવીપુજક નામના ઇસમ વિરુદ્ધ ઈ.પી.કો કલમ ૩૦૬, ૩૭૬ (૨)(જે), ૩૫૪ (એ), ૪૫૨ તથા પોક્સો અધીનીય્નની કલમ ૪,૬,૧૨ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.