અમદાવાદ બાદ રાજકોટના સ્કૂલવાન સંચાલકો પણ હડતાળ પર જશે! - At This Time

અમદાવાદ બાદ રાજકોટના સ્કૂલવાન સંચાલકો પણ હડતાળ પર જશે!


ટેક્સી પાસિંગના મુદ્દે સ્કૂલવાન સંચાલકો લડી લેવાના મૂડમાં

શાળાકીય સત્ર શરૂ થયા પહેલાં જ રાજ્યભરમાં આરટીઓ તંત્ર અને સ્કૂલવાન સંચાલકો વચ્ચે ટેક્સી પાસિંગ સહિતના મુદ્દે બેઠકના દોર ચાલ્યા હતા. તેમ છતાં કોઇ યોગ્ય નિર્ણય નહિ આવતાં અંતે રાજ્યભરના સ્કૂલવાન સંચાલકો આરટીઓ તંત્ર સામે લડી લેવાના મૂડમાં હોય અમદાવાદ ખાતે રાજ્યભરના સ્કૂલવાન મંડળોના સભ્યોની બેઠક કરવામાં આવી હતી. જે બેઠકમાં અમદાવાદ સ્કૂલવાન એસોસિએશન દ્વારા આગામી મંગળવારથી હડતાળ પર જવાનો નિર્ણય કરતાં વાલીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.