ઘઉંના લોટમાં મકાઇનો લોટ મિલાવી આરોગો, શરીરને લાભ થશે
ઘઉંના લોટમાં મકાઇનો લોટ મિલાવી આરોગો, શરીરને લાભ થશે
રોટલી ભારતીય ભોજનનું અભિન્ન અંગ છે. લગભગ દરેક ઘરમાં બપોરે અને રાત્રે રોટલી બને છે, પરંતુ શું તમે જાણો છો કે ભોજનમાં રોજ ખવાતી રોટલી તમારું બેડ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં કરી શકે છે ? જો નથી જાણતા તો આજે તમને જણાવીએ એક લોટ વિશે જેની રોટલી તમે ખાવાનું રાખશો તો બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે. શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો તે જોખમી છે. તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે. તેથી જ જરૂરી છે કે ડાયટ પર કંટ્રોલ કરીને બેડ કોલેસ્ટ્રોલને વધતો અટકાવવામાં આવે. જો તમને જમવામાં રોટલી વિના ન ચાલતું હોય તો ઘઉંના લોટમાં મકાઈનો લોટ મિક્સ કરીને રોટલી બનાવવાનું રાખો.
મકાઈના લોટના ફાયદા
મકાઈમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઘઉંના લોટમાં મકાઈનો લોટ મિક્સ કરીને રોટલી બનાવવી જોઈએ. તમે એકલા મકાઈના લોટની રોટલી પણ બનાવીને ખાઈ શકો છો. જો આ લોટની રોટલી ખાવાનું રાખશો તો બેડ કોલેસ્ટ્રોલમાં જ નહીં પરંતુ બીપીની સમસ્યામાં પણ ફાયદો થશે.
કેવી રીતે બનાવવી મકાઈના લોટની રોટલી?
મકાઈના લોટમાંથી રોટલી બનાવવી હોય તો સૌથી પહેલા એક મોટા વાસણમાં મકાઈનો લોટ અને ઘઉંનો લોટ ચાળીને મિક્સ કરો. હવે તેમાં સ્વાદ અનુસાર નમક અને અજમા ઉમેરો. આ લોટને હૂંફાળા ગરમ પાણીથી બાંધો. આ રીતે તૈયાર કરેલા લોટમાંથી રોટલી બનાવી ભોજનમાં ઉપયોગમાં લો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.