પોરબંદર જિલ્લાના ખેડુતોને બાગાયતી ખાતા દ્વારા ખાસ સંદેશ
પોરબંદર જિલ્લાના ખેડુતોને બાગાયતી ખાતા દ્વારા ખાસ સંદેશ
વરસાદ અને વાદળછાંયા વાતાવરણની આગાહીના પગલે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને તકેદારી રાખવા સૂચનો કરાયા
પોરબંદર જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા ખેત પેદાશો સલામત સ્થળે ખસેડવા અપિલ કરાઇ
હવામાન વિભાગ દ્વારા વરસાદ અને વાદળછાંયા વાતાવરણની આગાહીને અનુલક્ષીને બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતોને પોરબંદર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પાકના રક્ષણ માટે તકેદારીના ભાગરૂપે ખેતરમાં તૈયાર થયેલ ફળ, શાકભાજી અને મસાલા પાક સહિતના બાગાયતી પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાષ્ટીક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા જણાવ્યું છે. કોઈપણ રાસાયણિક/સેન્દ્રીય ખાતરો કે હોર્મોન્સ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ
આ સમયગાળા પુરતો ટાળવા અનુરોધ કરાયો છે. વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલીક ભૂકી છારા જેવા રોગ લાગવાની શકયતાઓ રહેલી છે, જેના નિયંત્રણ માટે અધ્યતન ભલામણ મુજબ એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૦.૨૩% (૧૫-૨૦ મીલી/ પંપ) પ્રમાણેનો છંટકાવ કરવાની સલાહ આપવામા આવી છે. ઉપરાંત નાઇટ્રોજન યુક્ત ખાતરો ન આપવા તેમજ પીયત વાતાવરણ અને જમીનના પ્રકારને અનુલક્ષીને આપવાની સલાહ આપવામા આવી છે. જરૂર જણાયે કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રોગ-જીવાત નિયંત્રણના યોગ્ય પગલા લેવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.