માધાપર, પ્રદ્યુમનનગર, રૈયા સબ ડિવિઝનમાં 26 ટિમ દ્વારા ચેકીંગ, બે દિવસમાં 38.56 લાખની વીજચોરી ઝડપી
રાજકોટ શહેરમાં વીજચોરી ડામવા માટે PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન 2 હેઠળ માધાપર, રૈયા અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 26 ટિમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં કુલ 38.56 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 18.21 લાખની અને ગઇકાલે એટલે કે, બીજા દિવસે 20.35 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.