વિસાવદર મામલતદાર કચેરીના તત્કાલીન કર્મચારી અને નાયબ મામલતદાર કુંભાણી ને પાંચસોની લાંચ બદલ ૫ વર્ષની સજા ફટકારતી કોર્ટ - At This Time

વિસાવદર મામલતદાર કચેરીના તત્કાલીન કર્મચારી અને નાયબ મામલતદાર કુંભાણી ને પાંચસોની લાંચ બદલ ૫ વર્ષની સજા ફટકારતી કોર્ટ


વિસાવદર મામલતદાર કચેરીના તત્કાલીન કર્મચારી અને નાયબ મામલતદાર કુંભાણી ને પાંચસોની લાંચ બદલ ૫ વર્ષનીસજાફટકારતીકોર્ટસરકારીવકીલવી.એન.માઢકનીધારદારદલીલો.વિસાવદર મામલતદાર કચેરીમાં લાંચ વગર કોઈ કામ થતા ન હોય અને તેની ફરિયાદ જ્યાં કરવી જોઈએ તે ઉપલી કચેરીમાં તો બડે મિયા તો બડે મિયા છોટે મિયાભી શુભાન અલ્લાહ જેવી સ્થિતિ વચ્ચે પ્રજા પીલાતી હોય ત્યારે આ કચેરીના એક કર્મચારી સતાના મદ માં બેફામ બની જતા અને કાયદા મુજબના કાયદેસર કામ કરવામાં પણ રૂપિયા ૫૦૦/-જેવી રકમની માગણી કરતા એસીબી જુનાગઢ માં નાની મોંણપરી ગામના એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાતા આરોપીએ હેતુલક્ષી વાત ચિત કરી રકમ સ્વીકારતા અન્ય કર્મચારી ભાષાની હાજરીમાં એસીબીએ પકડી ફરિયાદ સાથે મુદામાલ સાથે ગુનો નોંધેલ હતો ત્યારે આ બાબતે તપાસ કરનાર અધિકારી દ્વારા તપાસના અંતે આક્ષેપિત સામે પૂરતા પુરાવા હોય વિસાવદર એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ જે કેસ સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજય માઢકની ધારદાર દલીલો તથા પ્રોસિક્યુશન તરફે રજૂ થયેલ મૌખિક પુરાવાઓ તથા ૬૮ જેટલા દસ્તાવેજી પુરાવા તથા દલીલો ધ્યાને લઇ આરોપીને ૫ વર્ષની સજા તથા રૂપિયા પચ્ચીસ હજર નો દંડ ફટકારતા મામલતદાર કચેરીમાં તથા કરપશન કરતા સરકારી બાબુઓમાં ફફડાટ મચી ગયેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.