ભાગ્યલક્ષ્મી મહિલા સોસાયટી લિમિટેડ દ્વારા મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશન નું આયોજન કરાયું. - At This Time

ભાગ્યલક્ષ્મી મહિલા સોસાયટી લિમિટેડ દ્વારા મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશન નું આયોજન કરાયું.


ભાગ્યલક્ષ્મી મહિલા સોસાયટી લિમિટેડ દ્વારા મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશન નું આયોજન કરાયું.

અમરેલી દેશ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વૉકલ ફોર લોકલ ના સૂત્રને સાર્થક કરવા ભાગ્યલક્ષ્મી મહિલા સોસાયટી લિમિટેડ દ્વારા મહિલાઓ ને આત્મનિર્ભર બનાવવા હેન્ડીક્રાફ્ટ તેમજ મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશન નું આયોજન કરાયું.જેમાં અમરેલીના ૨૦૦૦ કરતાં વધારે નાગરિકોએ મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા તેમ જ સ્થાનિક વેપારીઓ પાસેથી માલ ખરીદવા જાગૃતિ માટે ઝુંબેશ ઉપાડવામાં આવેલ. આ તકે એક્ઝિબિશન ની શુભેચ્છા મુલાકાત લેનાર વિદ્વાન સામાજિક આગેવાન બીપીનભાઈ જોશી એ જણાવ્યું હતું કે મહિલાઓને સ્વાવલંબી બનાવવા માન્ય શ્રી પ્રધાનમંત્રી મોદીજી ના આહવાન ને સાકાર કરવા માટે અમરેલીના ભાવનાબેન ગોંડલીયા દ્વારા આ દ્વિતીય આયોજન કરવામાં આવ્યું છે .ખાસ કરીને ગ્રામ્ય અને નાના શહેરની મહિલાઓ શ્રેષ્ઠ ગૃહિણી હોય છે સાથે વિશિષ્ટ હુન્નર અને કૌશલ્ય કલામા નીપૂર્ણ હોય છે. પારિવારિક જવાબદારી પરિવારની સ્થિતિ ના અનુસંધાને માર્કેટિંગ ખરીદી -વેચાણના અનેક મુદ્દાઓ સાથે બાળકોની જવાબદારી અને પરિવારની ઈચ્છા ઈચ્છા જેવા અનેક પરિબળો સામે જજુમતી હોય ત્યારે આ પ્રયત્નથી એક નવી ચેતના નો સંચાર થયો છે.મહિલાઓ દ્વારા વિવિધ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ માટેની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી અન્ય સ્થાનેથી ખરીદી કરીને પૂરું વેચાણ નહીં થાય વસ્તુઓ પડી રહેશે નુકસાન જશે તે ભય દૂર કરવામાં આવ્યો. તેના માટે ઉત્પાદન તેમના વ્યવસાયના સ્થળ સુધી પહોંચતું કરવા માટે વ્યવસાય ના સ્થળ સુધી વાહન વ્યવસ્થા તેમજ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓને સંસ્થા દ્વારા તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલ.અહીં આપણી વસ્તુ આપણા ગામમાંથી ખરીદવી લોકલ ફોર વોકલને પ્રધાન્ય મળ્યું આ પ્રસંગથી મહિલાઓમાં અનેરી ચેતના નો સંચાર થયો અને આત્મનિર્ભની જ્યોત પ્રચલિત બની

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.