400 રૂપિયાના રિમોટ મુદ્દે નિવૃત્ત બેંક અધિકારી પર પોલીસે ગુજાર્યો અત્યાચાર - At This Time

400 રૂપિયાના રિમોટ મુદ્દે નિવૃત્ત બેંક અધિકારી પર પોલીસે ગુજાર્યો અત્યાચાર


AC ખરીદ્યુ, ખરાબ હોવાથી પરત કર્યું પણ રિમોટ આપવાનું ભૂલાઇ ગયું

વેપારીએ ઓળખીતા પોલીસને મામલો સોંપ્યો અને પછી શરૂ થઇ સિનિયર સિટિઝન માટે કરમ કઠણાઇ

વેપારીએ અરજી કરી તેની ગણતરીની મિનિટોમાં જ ગ્રાહકને ઉઠાવી લઇ A-ડિવિઝન પોલીસ મથકે બોલાવી ધમકાવ્યા, જમીન પર બેસાડ્યા અને અટકાયતી પગલાં પણ લીધા

શહેરના એ.ડિવિઝન પોલીસની કોઠારિયા નાકા ચોકીના પોલીસ કર્મચારીએ એવી કામગીરી કરી કે તે સાંભળતા એક તબક્કે એવું લાગે કે પોલીસ કોઇપણ પ્રક્રિયા વગર લોકોને ન્યાય આપવા તત્પર છે, પરંતુ હકીકત કંઇક અલગ હતી. નિવૃત્ત બેંક અધિકારીએ ખરીદેલું એરકન્ડિશન ખરાબ નીકળતા વેપારીએ તે પાછું લઇ રકમ પરત આપી દીધી હતી, પરંતુ એસીનું રિમોટ બેંક કર્મચારી પાસે રહી ગયું હતું અને આ મામલે વેપારીના ઇશારે પોલીસ કર્મચારીએ બેંક કર્મચારી સાથે એવો તે વ્યવહાર કર્યો કે સિનિયર સિટિઝન બેંક કર્મચારી ખૂંખાર ગુનેગાર હોય, જીવનના અંતિમ તબક્કે રહેલા બેંક કર્મીએ પણ પોતાના સન્માન માટે પોલીસ સામે જંગ છેડ્યો છે અને મામલો કોર્ટ સુધી પહોંચાડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.