’તે મારો વડાપાઉંનો ધંધો બંધ કરાવી નાખ્યો કહીં’ યુવાન પર હુમલો
કટારીયા ચોકડી પાસે વડાપાઉંના ધંધાર્થી પર શખ્સે તે મારો વડાપાઉંનો ધંધો બંધ કરાવી નાંખ્યો કહીં હુમલો કરતાં યુવાનને સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે કૃષ્ણનગર મેઈન રોડ પર ગુરુપ્રસાદ ચોક જય અંબે હોટલની બાજુમા સુરભી એપાર્ટમેન્ટમાં રહેતાં દિલિપસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મયુર ભાયા ધાંગીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ દેવડા ગામના પાટીયે તેઓ વડાપાઉની રેકડી રાખી વેપાર કરે છે.તેઓ અગાઉ દેવડા ગામના પાટીયા પાસે જય શક્તિ વડાપાઉ જે મયુર ધાંગીયાની રેકડી છે તેમા મજુરી કામ ઉપર કામ કરતો અને વડાપાઉ બનાવી તેઓ વેપાર ધંધો કરતો હતો. બાદમાં તેમને ધંધામાથી છુટો કરી દિધેલ હતો.
તેઓ નવો ધંધો શોઘવા લાગેલ અને ધંધો કરવા નવી જગ્યા શોધતા શોધતા જુના ધંધાની જગ્યા જે હોય તે ભાઈને વાત કરેલ કે, મારે અહીંયા ધંધો કરવો છે, જેથી આ જગ્યા ભાડે આપશો કહેતાં તે ભાઈએ કહેલ વાંઘો નહી તમે ધંધો કરજો, જેથી ત્યા ફરીથી વડાપાઉંની રેકડી રાજ શક્તિ વડાપાઉ નામથી ચાલુ કરેલ હતી.
તે ધંધાના જુના શેઠ મયુર ધ્રાંગીયાને જમીન માલીકે છુટા કરી દિધેલ હતા. આરોપીનો ધંધો બંઘ થઇ ગયેલ હોય જેથી તેને સારુ લાગેલ ન હતુ. જે વાતનો ખાર રાખી અવાર નવાર ઝઘડો કરવા માટે ઉશ્કેરતો હતો.
બાદમા તા.28/03/2025 ના સવારના સમયે તેને રેકડીએ ધંધા માટે જવું હોય અને તેને મજા ન હોય જેથી તેના મિત્ર કેતનને ફોન કરી બંને સાથે દેવડા ગામના પાટીયે જવા રવાના થયેલ હતા. તેઓ કટારીયા ચોકડીથી આગળ નર્સરી પાસે પહોંચતા આરોપી ઉભેલ હતો. તેને રાડ પાડતાં યુવાને ગાડી ઉભી રાખેલ અને મયુર પાસે જતાં કહેવા લાગેલ કે, તમે શુ કામ મારો ધંધો બંધ કરાવ્યો તેમ કહિ ઝઘડો ક રવા લાગેલ હતો.
તેમજ ગાળો આપી કહેવા લાગેલ કે, આજ તને જાનથી મારી નાખવો છે અને ત્યાં નિચે પડેલ લાકડાનો ધોકો લઇ હાથે પગે ફટકારવા લાગ્યો હતો. તેમજ બે-ત્રણ ધોક માથામાં પણ મારેલ હતા. યુવાનને માથામા મારતા લોહી નીકળવા લાગેલ હતુ. દરમિયાન માણસો ભેગાં થઈ જતાં આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં તેમને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
