માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું - At This Time

માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું


વિજયદશમીનો પર્વ એટલે માતાજીના નવલા નોરતાના અંતે દેવી શક્તિની પૂજા અર્ચનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી શસ્ત્રપૂજાનની પરંપરા ચાલી આવે છે અનેક પરંપરાઓ અને ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે દિવસ દરમિયાન રાજા રજવાડાઓ સમયથી ચાલી આવતી શસ્ત્રપૂજનની પરંપરા પ્રમાણે માળીયા હાટીના પી.એસ.આઈ. બી.કે.ચાવડા તેમજ એ.એસ.આઈ. શોભનાબેન વડારિયા, હિતેશભાઈ બલદાણીયા, હે.કો. ચાપરાજસિંહ સીસોદીયા, ભરત ગીરીબાપુ , પો.કો. માનસિંગભાઈ ખેર, વિમલભાઈ ડોબરીયા, અરુણભાઈ મહેતા, પ્રવીણભાઈ વાઢેર, રાજુભાઇ વાઢેર , કૃણાલ જુઠાણી , હોમગાર્ડ, જીઆરડી સ્ટાફ સહિતના તમામ પોલીસ સ્ટાફ દ્વારા શાત્રીજી ભાવેશભાઈ એ શસ્ત્રપૂજનની પૂજા કરાવી હતી આ શસ્ત્રોની પૂજા કરી માતાજીને પ્રાર્થના કરાઈ હતી. આમ શસ્ત્રપૂજન થકી સદેવ શસ્ત્રો દેશની અને જવાનોની સુરક્ષા કાજે મુસીબતો સામે લડવા ઉપયોગી બની અને શક્તિ પ્રદાનકરે તેવા આશિષ માંગવામાં આવ્યા હતા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.