બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક સંપન્ન
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર, યોગ્ય સાઇનેજીસ લગાવવા, સ્પીડ લીમિટ બાબતે સૂચિત કરતા બોર્ડ લગાવવા તથા ઓવર સ્પીડીંગ કરતા વાહન ચાલકો સામે કડક કાયદાકીય પગલા ભરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત બ્લેક ફિલ્મ લગાવેલ હોય તેવા વાહનો પર, સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા તમામ વાહન ચાલકો તેમજ ફોનમાં વાત કરતા જણાય તેવા વ્યક્તિઓ સામે દંડની કાર્યવાહી વધુ સક્રિય રીતે હાથ ધરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિતોને જરૂરી માહિતી આપી હતી. સાથોસાથ જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.