ઢોરવાડા સામેની ડ્રાઇવ સતત ચાલુ રહેતા પશુપાલકોનું સ્થળાંતર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલીસીનો અમલ શરૂ કરતા પહેલા સરકારી જમીન પર ઉભા થઇ ગયેલા ઢોરવાડાના દબાણો સામે સતત કડક કાર્યવાહી ચાલું રાખવામાં આવતા આખરે આ પ્રકારે દબાણ કરીને રહેતા પશુપાલકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત ચોથા દિવસે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એસ્ટેટ શાખા તથા સીએનસીડી શાખા દ્વારા વધુ બે ઢોરવાડા અને 32 જેટલા પશુઓ 6 હજાર ચોરસમીટર જેટલી સરકારી જગ્યા ખાલી કરાવાઇ છે. જેમાં સેક્ટર 16માંથી 2 ઢોરવાડા અને 32 જેટલા પશુઓ હટાવવામાં આવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.